ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, વડનગર ખાતે કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે 11 માસ માટે વહીવટી અધિકારી (Admin Officer) ની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી સ્પીડ પોસ્ટ / રજી. પોસ્ટ એ.ડી. દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવશે. ભરતી સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.
ભરતીની વિગતો
- સંસ્થાનું નામ: જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, વડનગર
- સંચાલક: ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)
- નોકરીનું સ્થળ: વડનગર, જીલ્લો. મહેસાણા, ગુજરાત
- નિમણૂકનો પ્રકાર: કરાર આધારિત (11 માસ)
જગ્યાની વિગતો
| ક્રમ | જગ્યાનું નામ | ભરવા પાત્ર સંખ્યા | માસિક ફિક્સ વેતન |
| 1 | વહીવટી અધિકારી | 01 | 30,000/- |
લાયકાત અને શરતો
- ઉમેદવાર વર્ગ-1 અથવા વર્ગ-2 સંવર્ગમાં સરકારી સેવામાંથી વહીવટી અધિકારી તરીકે નિવૃત્ત થયેલ હોવો જોઈએ.
(આધાર પુરાવા અરજી સાથે જોડવા ફરજિયાત) - ઉમેદવારની ઉંમર મહત્તમ 65 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- અરજી સાથે નીચેના દસ્તાવેજોની નકલ જોડવાની રહેશે.
- નિવૃત્તિ અંગેનો આદેશ
- પેન્શન ચુકવણા હુકમ
- શૈક્ષણિક તથા અનુભવ સંબંધિત પ્રમાણપત્રો
- તાજેતરના પાસપોર્ટ સાઇઝના 02 ફોટોગ્રાફ
- અરજી કરનાર ઉમેદવારે પોતાનો મોબાઇલ નંબર તથા ઇ-મેલ આઈડી સ્પષ્ટ રીતે લખવાનો રહેશે.
મહત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ: 25/01/2026 (જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી)
અરજી કરવાની રીત
- ઉમેદવારે કોરા કાગળ ઉપર અરજી લખી દસ્તાવેજોની નકલ સાથે સિલબંધ કવર માં મોકલવાની રહેશે.
- સિલબંધ કવર ઉપર અરજી કરેલી જગ્યાનું નામ અવશ્ય લખવું.
અરજી મોકલવાનું સરનામું:
જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ,
ખરવાડ મેદાન, સિપોર રોડ,
વડનગર, જીલ્લો. મહેસાણા, ગુજરાત – 384355
📢 નવી ભરતીની અપડેટ મેળવો
સરકારી ભરતી અને તમામ પ્રકારની જોબ્સની માહિતી સીધી તમારા મોબાઈલ પર મેળવવા માટે અત્યારે જ જોડાવો.
GetNokari સ્પેશિયલ: જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો અત્યારે જ તમારા WhatsApp Groups માં શેર કરો જેથી બીજા મિત્રો સુધી પણ આ સાચી માહિતી પહોંચે.