SMC Recruitment 2026: સુરત મહાનગરપાલિકામાં સ્ટાફ નર્સ અને લેબ ટેકનીશીયન માટે ભરતી: સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકોને તેમના રહેઠાણની નજીક જ શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ અને નિદાન મળી રહે તેવા ઉમદા હેતુથી એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઝોન ખાતે કાર્યરત ૫૦ બેડની હોસ્પિટલોમાં સ્ટાફની અછત પૂરી કરવા અને દર્દીઓની સુવિધા વધારવા માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા અને સમાજસેવાની ભાવના સાથે મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો પાસેથી કરારીય ધોરણે અરજીઓ મંગાવવામાં આવી છે.
ભરતીની વિગતો
| સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા |
| પદનું નામ | સ્ટાફ નર્સ અને લેબ ટેકનીશીયન |
| કુલ જગ્યાઓ | 10 |
| નોકરીનું સ્થળ | સુરત |
| અરજી કરવાની રીત | ઓનલાઈન |
જગ્યાની વિગત
- Staff Nurse (સ્ટાફ નર્સ) – 07 Posts.
- Lab Technician (લેબ ટેકનીશીયન) – 03 Posts.
લાયકાત
- સ્ટાફ નર્સ: જી.એન.એમ. / બી.એસ.સી. નર્સિંગ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ફરજિયાત.
- લેબ ટેકનીશીયન: બી.એસ.સી. (કેમેસ્ટ્રી/માઈક્રોબાયોલોજી) અથવા એમ.એસ.સી. અને લેબોરેટરી ટેકનીશિયન ટ્રેનિંગ કોર્સ પાસ.
પગાર / વેતન ધોરણ
⇒ ₹20,000/- Fixed per month (ફિક્સ પગાર).
મહત્વની શરતો અને ડ્યુટી
- કરારનો સમયગાળો: આ નિમણૂક 11 માસના કરાર આધારિત રહેશે.
- ડ્યુટી: પસંદગી પામેલા ઉમેદવારોએ 24 x 7 ના રોસ્ટર મુજબ શિફ્ટ ડ્યુટી કરવાની રહેશે.
- પગાર: ₹ 20,000/- ફિક્સ વેતન આપવામાં આવશે. આ સિવાય અન્ય કોઈ પણ પ્રકારના ભથ્થા, બોનસ કે નાણાકીય લાભ મળવાપાત્ર રહેશે નહીં.
મહત્વની તારીખ
| અરજી કરવાની છેલ્લી તારીખ | 29/01/2026 (રાત્રે 11:00 વાગ્યા સુધી). |
| ઓફિશિયલ જાહેરાત | જાહેરાત PDF / લિંક |
| ઓનલાઈન અરજી અંહી કરો
પૂછપરછ માટે સંપર્ક 0261-2423751 (Ext: 231). |
|
અરજી કરવાની પ્રક્રિયા
- સત્તાવાર વેબસાઇટ: અરજી કરવા માટે www.suratmunicipal.gov.in પર જવું.
- અરજીનો સમયગાળો:
- શરૂઆત: 27/01/2026 (સવારે 11:00 વાગ્યાથી)
- અંતિમ તારીખ: 29/01/2026 (રાત્રે 11:00 વાગ્યા સુધી)
- જરૂરી સૂચના: ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ (Copy) કાઢી લેવી ફરજિયાત છે, જે ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાની રહેશે.
જરૂરી ડૉક્યુમેન્ટ
⇒ ઓનલાઇન ફોર્મમાં ભરેલી વિગતોના આધારે અસલ દસ્તાવેજોની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC), તમામ વર્ષની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, અનુભવનું પ્રમાણપત્ર અને આઈડી પ્રૂફ (ID Proof) સાથે રાખવા ફરજિયાત છે.
તમારો અભિપ્રાય જરૂરી છે:
મિત્રો, જો તમને આ ભરતી અન્વયે કોઈપણ મદદની જરૂર હોય તો નીચે Comment Box માં તમારો અભિપ્રાય જરૂર જણાવો. ✍🏽