ઉના સબ-ડિવિઝન હેઠળ આવેલા તુલશીશ્યામ અને જસાદર રેન્જ ના વિવિધ ગ્રામ પંચાયત વિસ્તારોમાં વન્યપ્રાણી મિત્ર તરીકે 11 માસના કરાર આધારિત (હંગામી) ધોરણે ભરતી કરવાની જાહેર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી વન વિભાગ હેઠળ વન્યજીવોના સંરક્ષણ, માનવ-વન્યજીવ સંઘર્ષ નિયંત્રણ તથા વન સુરક્ષા કાર્ય માટે કરવામાં આવી રહી છે
ભરતીની વિગતો
| સંસ્થાનું નામ | વન વિભાગ – ઉના સબ ડિવિઝન |
| પદનું નામ | વન્યપ્રાણી મિત્ર |
| કુલ જગ્યાઓ | – |
| નોકરીનું સ્થળ | ઉના સબ-ડિવિઝન (ગીર વિસ્તાર) |
| અરજી કરવાની રીત | ઇન્ટરવ્યુ |
લાયકાત
⇒ ન્યૂનતમ: ધોરણ 12 પાસ
જો ધોરણ 12 પાસ ઉમેદવાર ઉપલબ્ધ ન હોય તો ધોરણ 10 પાસ ઉમેદવારને પણ વિચારવામાં આવશે
⇒ અગ્રતા આપવામાં આવશે:
સ્નાતક (Graduate)
કૃષિ વિષયક અભ્યાસ
વન વિષયક અભ્યાસ
સંબંધિત ડિપ્લોમા ધરાવતા ઉમેદવારોને
જરૂરી લાયકાતો
⇒ ઉમેદવાર તે-તે ગ્રામ પંચાયતનો મૂળ રહેવાસી હોવો જોઈએ અથવા છેલ્લા 3 વર્ષથી સતત તે ગામમાં રહેતો હોવો જોઈએ
⇒ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ રહેવાસનો દાખલો ફરજિયાત.
શારીરિક ક્ષમતા
⇒ ઉમેદવારે 4 કલાકમાં 25 કિ.મી. ચાલવાની શારીરિક કસોટી સફળતાપૂર્વક પાસ કરવી પડશે
⇒ આ કસોટી વન વિસ્તારમાં ફરજ બજાવવા યોગ્યતા તપાસવા માટે ફરજિયાત છે
વયમર્યાદા
⇒ 18 થી 35 વર્ષ
⇒ ઉંમર ગણતરી તારીખ: 30/01/2026
⇒ સરકારી નિયમ મુજબ SC/ST/OBC/EWS/મહિલા ઉમેદવારોને ઉંમર છૂટછાટ લાગુ પડશે.
પગાર / વેતન ધોરણ
⇒ ₹ 2,000/- પ્રતિ માસ (ફિક્સ)
પસંદગી પ્રક્રિયા
⇒ કુલ ગુણ: 100
- 50 ગુણ: શૈક્ષણિક લાયકાત આધારિત
- 50 ગુણ: ઇન્ટરવ્યુ આધારિત
વધુ લાયકાત અને સ્થાનિક અનુભવ ધરાવતા ઉમેદવારોને લાભ મળશે
મહત્વની તારીખ
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30 જાન્યુઆરી 2026 |
| ઓફિશિયલ જાહેરાત | જાહેરાત PDF / લિંક |
|
સ્થળ કેસરી સદન, ધારી-દલખાણીયા રોડ, ધારી સમય સવારે 10:00 કલાકે સંપર્ક માહિતી 📱 ફોન નંબર: (02797) 225044 કાર્યાલય સમય દરમિયાન સંપર્ક કરી શકાશે |
|
અરજી કરવાની પ્રક્રિયા
⇒ અરજી ફોર્મ ઓનલાઇન ઉપલબ્ધ નથી
⇒ અરજી ફોર્મ સંબંધિત રેન્જ કચેરીમાંથી રૂબરૂ મેળવવાનું રહેશે
⇒ ભરેલ અરજી ફોર્મ તે જ રેન્જ કચેરીમાં જાતે જમા કરાવવાનું રહેશે
⇒ પોસ્ટ / કુરિયર દ્વારા મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં
મહત્વપૂર્ણ સૂચના
⇒ ઉમેદવારે ઇન્ટરવ્યુના દિવસે મૂળ દસ્તાવેજો અને ઝેરોક્ષ નકલો સાથે હાજર રહેવું
⇒ ખોટી માહિતી આપનાર ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે
⇒ ભરતી સંપૂર્ણપણે હંગામી છે, કાયમી નોકરીનો કોઈ દાવો નહીં
FAQs વન્યપ્રાણી મિત્ર ભરતી 2026
Q. વન્યપ્રાણી મિત્ર ભરતી શું છે?
- વન્યપ્રાણી મિત્ર ભરતી વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોના સંરક્ષણ, માનવ-વન્યજીવ સંઘર્ષ નિયંત્રણ અને વન વિસ્તારની સુરક્ષા માટે કરાર આધારિત (હંગામી) રીતે કરવામાં આવે છે.
Q. આ ભરતી કયા વિસ્તાર માટે છે?
આ ભરતી ઉના સબ-ડિવિઝન હેઠળના:
- તુલશીશ્યામ રેન્જ
- જસાદર રેન્જના વિવિધ ગામો માટે છે.
Q. આ ભરતી કાયમી છે કે હંગામી?
- આ ભરતી સંપૂર્ણપણે હંગામી (કરાર આધારિત) છે.
- કરાર સમયગાળો માત્ર ૧૧ માસ નો રહેશે.
- કાયમી નોકરીનો કોઈ હક કે દાવો રહેશે નહીં.
Q. વન્યપ્રાણી મિત્રનું માસિક વેતન કેટલું છે?
- વન્યપ્રાણી મિત્રને ₹૨,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ માનદ વેતન મળશે.
- આમાં કોઈ વધારાનું ભથ્થું કે પ્રમોશન લાગુ નથી.
Q. મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે?
- હા, જો મહિલા ઉમેદવાર તમામ લાયકાતો પૂર્ણ કરે છે તો તે અરજી કરી શકે છે.
Q. એકથી વધુ ગામ માટે અરજી કરી શકાય?
- નહીં, ઉમેદવાર માત્ર પોતાના ગામ માટે જ અરજી કરી શકે છે.
Q. ભરતી સંબંધિત માહિતી માટે સંપર્ક ક્યાં કરવો?
- સંપર્ક નંબર: (૦૨૭૯૭) ૨૨૫૦૪૪
- કાર્યાલય સમય દરમિયાન સંપર્ક કરવો.
Q. પસંદગી બાદ ફરજ શું રહેશે?
પસંદ થયેલ ઉમેદવારે:
- વન્યજીવો અંગે માહિતી આપવી
- માનવ-વન્યજીવ સંઘર્ષ સમયે સહકાર આપવો
- વન વિભાગના અધિકારીઓની સૂચના મુજબ કામગીરી કરવી
Q. આ ભરતીમાં કોઈ ફી લેવામાં આવે છે?
- નહીં, આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી નથી.
તમારો અભિપ્રાય જરૂરી છે:
મિત્રો, શું તમે આ જાહેરાત પ્રમાણે ઉના સબ-ડિવિઝન (ગીર વિસ્તાર) ના રહેવાસી છો અને તમે આ જાહેરાત માટે લાયકાત ધરાવો છો ? તો નીચે Comment Box માં તમારો અભિપ્રાય જરૂર જણાવો. ✍🏽
વન્ય પ્રાણી મિત્ર ma mare nokri joye se sir
Hu botad ni bajuma tajpar rahusu
સાહેબ હું બોટાદ ની બાજુ મા તાજપર ગામ મા રહુ છુ મારે (વન્ય પ્રાણી મિત્ર) નોકરી કરવી છે
આ જાહેરાત પૂર્ણ થઈ ગયેલ છે વેબસાઇટ ચેક કરતાં રહો નવી જાહેરાત અપડેટ થતી રહે છે